________________
ર૩૯
તથા ભવ્ય જીવને પાપની સાથે સંબંધ અનાદિ સાંત નામે બીજે ભાંગે જાણવે. કેમકે વ્યવહાર શશિગત ભવ્ય જીવ સ્થિતિ પાકે એક દિવસ પાપનાં દળીયાં છેડી સિદ્ધિ વરશે, તે વારે પાપને છેડે આવશે માટે અનાદિસાંત બીજે ભાંગે જાણ.
તથા જે જીવ સમયે સમયે પાપના અનંતા દળીયાં લે છે, અને સમયે સમયે અનંતા અપાવે છે, તે આશ્રયી સાદિ સાંત નામે ત્રીજો ભાગો જાણ.
તથા સાદિ અનંત ચે ભાંગો પાપમાં લાગતો નથી.
૩૫૮-આશ્રવમાં ચાર ભાંગા બતાવે છે –
આશ્રવને અભવ્ય જીવ સાથે સંબંધ તે અનાદિ અનંત પહેલે ભાગે જાણુ. કેમકે અભવ્ય જીવને શુભાશુભ આશ્રવનું આવવું કયારે પણ મટશે નહિ,
તથા આશ્રવને ભવ્ય જીવની સાથે સંબધ તે અનાદિ સાંત નામે બીજે ભાગે જાણે. એટલે વ્યવહાર રાશિ ભવ્ય જીવને આશ્રવના અનંતા દળીયાં સમયે સમયે આવે છે, તે એક દિવસે યથાખ્યાતરૂપ સંવરભાવે કરી આશ્રવનું આવવું રૂંધશે, માટે અનાદિ સાત બીજે ભાંગે જાણવા.
તથા જે જીવ આશ્રવના દળીયાં સમયે સમયે અનંતા લે છે, અને સમયે સમયે અનંતા ખેરવે છે, તે સાદિ સાંત ત્રીજો ભાગ જાણ.
૧૬