________________
પર૭ ૧૧ જ આવશ્યકમાં તત્ત્વની ઘટના
સામાયિક, ચતુર્વિશતિસ્તવ, ને પ્રતિક્રમણ, એ ત્રણ આવશ્યક સંવર તત્વમાં છે, તથા વંદનક, કાયેત્સર્ગ, અને પ્રત્યાખ્યાન, એ ત્રણ આવશ્યક નિજરામાં છે.
૧૨ જીવના વિશિષ્ટ પ્રકારે સંસારમાં જીવ ત્રણ પ્રકારના છે. એક ભવ્ય, બીજા અભવ્ય અને ત્રીજા ભવ્યાભવ્ય. તેમાં વળી ભવ્યજીવના ત્રણ પ્રકાર છે.
એક નિકટભવ્ય, બીજા મધ્યભવ્ય, અને ત્રીજા દુર્ભવ્ય.
તેમાં સધવા સૌભાગ્યવતી સ્ત્રી જેમ પરણીને તત્કાળ છ મહિને ગર્ભ ધારણ કરી પુત્રની પ્રાપ્તિરૂપ ફળ પામે, તેની પેરે જે ભવ્યજીવ પણ તરત સિધ્ધિ વરે, તે નિકટ ભવ્યજીવ જાણવા.
તથા જેને કઈ એક સ્ત્રી પરણ્યા પછી બે વર્ષે પુત્રરૂપ ફલ પાસે, તેની પેરે જે જીવ થોડા ભવમાંહે મેઘ કુમારની પેરે સિદિધ વરે, તે મધ્યભવ્ય જીવ જાણવા,
તથા દુર્ભવ્ય જીવ છે, તે જેમ કોઈ પરણેલી સ્ત્રીને ઘણા વરસ પછી પુત્રરૂપ ફલની પ્રાપ્તિ થાય તેમ તે જીવ પણ ગોશાલાની પેરે અથવા અનંતા પડિવાઈ જવાની પરે ઘણા કાલે સિદ્ધિ વરશે, તે દુર્ભાગ્ય જાણવા.
૩૪