________________
૧૯
પ્રથમ સાધુ એવું નામ, તે નામસાધુ, તથા બીજે સાધુજીની મૂર્તિ પ્રમુખ સ્થાપીયે, અથવા અક્ષર લખીયે, તે સ્થાપના સાધુ, તથા જે શ્રાવકમાંથી આગળ સાધુપણું નીપજશે, તેને દ્રવ્યસાધુ કહીયે. એ ભવ્ય શરીરનું દ્રવ્ય જાણવું. તથા જે સાધુ પાંચ મહાવ્રત સૂધા પાલે, સાધુની ક્રિયા કરે, સૂઝતે આહાર લે, પણ તે જ્ઞાન-ધ્યાનને ઉપગ વર્તતું નથી તે વ્યતિરિકત શરીર આશ્રયી દ્રવ્ય જાણવું. તથા જે કઈ સાધુને દેવગતિ થયા પછી તેના શરીરની મહત્સવ ભક્તિ કરવી, તે શરીરનું દ્રવ્ય જાણવું, એ ત્રણ પ્રકારે સાધુને દ્રવ્યનિક્ષેપો કહ્યો.
હવે ભાવનિક્ષેપો કહે છે. જે સાધુના ગુણે કરી સહિત અને આગળ જે સાધુને આચાર, વ્યવહાર કહ્યો તે પ્રમાણે સર્વ કરે અને જ્ઞાન–ધ્યાનમાં વર્તતે સાધ્ય એક પ્રભુની માતાનું પાલન, સાધન અનેક, એ રીતે આજ્ઞાપાલનરૂપ ધર્મથી મેક્ષને સાધે, તે ભાવનિક્ષેપે સાધુ જાણુ.
૩૯૦–દર્શન ઉપર ચાર નિક્ષેપ બતાવે છે –
તિહાં પ્રથમ દર્શન એવું નામ, તે નામદર્શન કહીયે, બીજું મૂત્તિ પ્રમુખ સ્થાપવી, તે સદ્દભાવસ્થાપના, અને દર્શન એવા અક્ષર લખી સ્થાપવા, તે અસદ્દભાવ સ્થાપના. એ સ્થાપના નિક્ષેપે જાણ.ત્રીજે જે અંતરંગ કર્મનિજરાના ઉપયોગ વિના જ્ઞાનીની નિશ્રા વિના કુલાચારે અતિ આડંબરે સ્વચ્છ દે વિધિ સહિત દર્શનની કરણી કરે છે, તે સર્વ દ્રવ્ય દર્શન જાણવું