________________
૨૦૦
ર૬ નામથકી ધર્માસ્તિકાય એવું નામ તે નામ ધર્માસ્તિકાય જાણવું.
તથા સ્થાપના થકી ધર્માસ્તિકાય એવા અક્ષર લખવા તે સ્થાપના ધર્માસ્તિકાય.
તથા દ્રવ્યથકી ધર્માસ્તિકાય દ્રવ્ય અસંખ્યાત પ્રદેશી જાણવું.
ભાવથકી ધર્માસ્તિકાય દ્રવ્ય ચલનસહાયરૂપ જાણવું.
૨૯૭ નામથક અધર્માસ્તિકાય એવું નામ, તે નામ અધર્માસ્તિકાય.
તથા અધર્માસ્તિકાય એવા અક્ષર લખવા તે સ્થાપના અધર્માસ્તિકાય.
તથા દ્રવ્યથકી અધર્માસ્તિકાય દ્રવ્ય અસંખ્યાત પ્રદેશી જાણવું.
ભાવથકી અધમસ્તિકાય દ્રવ્ય સ્થિરસહાયરૂપ જાણવું.
૨૯૮ નામથકી આકાશાસ્તિકાય એવું નામ, તે નામ આકાશાસ્તિકાય જાણવું.
તથા આકાશાસ્તિકાય એવા અક્ષર લખવા તે સ્થાપના આકાશાસ્તિકાય જાણવું. . . તથા દ્રવ્યથકી આકાશાસ્તિકાય અનંત પ્રદેશી જાણવું
ભાવથકી આકાશાસ્તિકાયદ્રવ્ય અવગાહનારૂપ જાણવું