________________
દાહ એટલે કર્તા તે જીવ અને કારણ શુદ્ધશુકલ ધ્યાન રૂપાતીત પરિણામ ક્ષપકશ્રેણિ, એ કર્મક્ષયના કારણ જાણવા. તથા એ કારણથકી સકલ કર્મ રહિત શુદ્ધ ચિદાનંદ પરમતિ એવું સિદ્ધિરૂપ કાર્ય જીવને નિપજે,
એ નિશ્ચયન કરી જીવનું સ્વરૂપ ત્રિભંગીએ કરી જાણવું.
આ રીતે જીવના સ્વરૂપમાં ત્રિભંગીઓ કહી. હવે અજીવનું સ્વરૂપ ત્રિભંગીએ કરી કહે છે.
પ૯૮ શિષ્ય –ધર્માસ્તિકામાં કર્તા, કારણ અને કાર્ય તે શું કહીએ?
ગુરૂ –કર્તા જીવ અને કારણરૂપ ધર્માસ્તિકાય મળે, તે વારે જીવને હાલવા-ચાલવારૂપ કાર્ય નિપજ્યું,
એ ધર્માસ્તિકાયમાં ત્રિભંગી જાણવી.
પ૯૦ શિષ્ય –અધર્માસ્તિકાયમાં કર્તા, કાર્ય અને કારણું તે શું કહીયે ?
ગુરૂ –કર્તા જીવ અને કારણરૂપ અધર્માસ્તિકાય મળે, તે વારે જીવને સ્થિર રહેવારૂપ કાર્ય નિપજ્યું.
એ અધર્માસ્તિકાયમાં ત્રિભંગી જાણવી.
૬૦૦ શિષ્ય –આકાશસ્તિકામાં કર્તા, કારણ અને કાર્ય તે શું કહીએ ?