________________
૧૨૬
ક્રયા, ચૈત્યભક્તિ, પૂજા, પ્રભાવના, એ આદિક અનેક પ્રકારનું શુભ ધ્યાન જાવું, એવા અનેક પ્રકારના શુભ ધ્યાનમાં જીવ વર્તે છે, તથાપિ અંતરમાં ઇંદ્રિયરૂપ સુખની લાલચના પરિણામ છે, તેણે કરી શુભપુણ્ય ઉપાર્જન કરે છે, તે બીજી પુણ્યતત્ત્વ થયું, અને તે પુણ્યના દળીયા અજીવ છે, તે આશ્રવરૂપ જાણવા, એટલે ત્રીજી' અજીવતત્ત્વ અને ચેાથુ' આશ્રવતત્ત્વ થયું અને એ ઢળીચે જીવ ખ'ધાય છે, તે પાંચમું બંધતત્ત્વ થયુ.
૧૬૩ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી શુદ્ધ ધ્યાનરૂપમાં કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂઃ—શબ્દ, સમભિરૂદ્ધ નયને મતે સમિકત ભાવે ચેાથા ગુણુઠાણાથી માંડીને યાવત્ તેરમા-ચૌદમા શુઠાણા લગે શુદ્ધ ધ્યાન જાણુવું.
તે મધ્યે શબ્દનયને મતે સમકિત ભાવે છઃ-સાતમે ગુણુઠાણું જે જીવ શુદ્ધ ધ્યાનમાં વર્તે છે, તેમાં આગળ કહ્યા, તે રીતે આઠ તત્ત્વ પામીચે,
સમભિરૂદ્ધ નયને મતે તેરમે-ચૌક્રમે ગુણુઠાથે કેવલી ભગવાન્ શુકલ ધ્યાનના ખીજા-ત્રીજા પાયા વચ્ચે શુદ્ધ ધ્યાને વતે છે, તેમાં આગળ કહ્યા, તે રીતે નવ તત્ત્વ પામીચે.
૧૬૪ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી કલ ચેતનામાં કેટલા તત્ત્વ પામીયે ?