________________
ગુરૂસંગ્રહનયને મતે તે જે ગતિ આયુ ઈહાં બાંધ્યું છે તે ગતિના દ્રવ્યપ્રાણુ કહેવાય. - જે દેવતાનું આયુ બાંધ્યું હોય તે તે દ્રવ્યદેવ હેવાથી તે દેવતાની ગતિના દ્રવ્યપ્રાણુ કહેવાય અને જે નારકનું આયુ બાંધ્યું હોય, તે તે દ્રવ્ય નારકી દેવાથી નરકગતિના દુવ્યપ્રાણ કહેવાય.
હવે ભાવપ્રાણુ કહે છે -
જે ગતિનું આયુ ઈહાં બાંધ્યું હતું તે ગતિમાં જઈ ઉપજે, એટલે વ્યવહારનયને મતે તિહાં ભાવપ્રાણ પ્રગટ શયા માટે તેને ભાવપ્રાણુ કહીયે. અર્થાત્ આપણે આગળ સનુષ્યગતિનું આયુ બાંધ્યું હતું, તે વારે તિહાં મનુષ્યગતિના વ્યપ્રાણ હતા અને ઈહાં હમણું મનુષ્યગતિ પણે ભેગવીએ એ, તે ભાવપ્રાણુ કહીયે.
એ રીતે દ્રવ્યપ્રાણ તથા ભાવપ્રાણનું સ્વરૂપ સંગ્રહનયા અને વ્યવહારનયને મતે જાણવું.
વલી નિશ્ચય અને વ્યવહારનયને મતે દ્રવ્યપ્રાણ તથા ભાવપ્રાણનું સ્વરૂપ કહે છેઃ
એટલેહમણાં ઈહાંની ગતિ સંબંધી જે પ્રાણ ભેળવીએ છીએ તે દ્રવ્યપ્રાણુ કહીયે, અને જે અંતરંગ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગ જે સત્તાગતે જીવને રહ્યાં છે તે ભાવપ્રાણુ કહીયે.