________________
૪૭૩ અર્થ : -પ્રથમ જિનસિદ્ધ તે તીર્થકરને કહીએ. બીજા અજિતસિદ્ધ તે સામાન્ય કેવલીને કહીએ.
ત્રીજા તીર્થસિદ્ધ તે શ્રી તીર્થકર જે ચતુર્વિધ સંઘની સ્થાપના કરે, તે સંઘને તીર્થ કહીએ. તે તીર્થ પ્રવર્યા પછી જે મેક્ષે ગયા, તેને તીર્થસિદ્ધ કહીએ.
ચોથા તીર્થ પ્રવર્યાની પ્રથમ જ મરુદેવાદિકની પેરે મેક્ષે ગયા, તે અતીર્થસિદ્ધ કહીએ.
પાંચમા ઘરમાં બેઠા જે મોક્ષે ગયા, તે ગૃહસ્થલિંગ
સિદ્ધ.
છઠ્ઠા મુનિના વેશ વિના બીજા વેશે જે મોક્ષે ગયા, તે વલચિરી પ્રમુખને અન્યલિંગસિદ્ધ કહીએ.
સાતમા સાધુને વેશે જે મોક્ષે ગયા, તે સ્વલિંગસિદ્ધ કહીએ. * આઠમા ચંદનબાલા પ્રમુખ સ્ત્રીલિગે જે મેક્ષે ગયા, તે સ્રોલિંગસિદ્ધ કહીએ.
નવમા શ્રીગૌતમ પ્રમુખ નરલિંગે જે સિદ્ધ થયા, તેને પુરૂષલિંગસિદ્ધ કહીએ.
દશમા ગાંગેય પ્રમુખ જે નપુંસક મોક્ષે ગયા, તે નપુંસકલિંગસિદ્ધ કહીએ.
અગિયારમા કરકં પ્રમુખને પ્રત્યેકબુદ્ધસિદ્ધ કહીએ. બારમાં કપિલ પ્રમુખને સવયં બુદ્ધસિદ્ધ કહીએ.