________________
એવી રીતે આત્માને માર્ગે આણે, તે તુરત આવે, માટે નિશ્ચય સુગુરૂ તે આપણે આત્મા જાણ.
૨૧૭ વ્યવહારથકી સુગુરૂ તે જે સાધુમુનિરાજ સત્તાવીશ ગુણે કરી સહિત આચાર-વ્યવહાર સહિત, કૃપાપાત્ર, શુદ્ધમાગના પ્રરૂપક, ભવ્ય પ્રાણીને પ્રતિબંધિવા ઉદ્યમવંત, તે વ્યવહાર સુગુરૂ કારણરૂપ જાણવા.
૨૧૮ નિશ્ચયથકી કુગુરૂ તે જે જિન વચનના બેટા અર્થ કરે અને અજ્ઞાનને વશે બેટી પ્રરૂપણ કરી સંસાર વૃદ્ધિના કારણ સેવી પિતે ડૂબે અને પરને ડૂબાવે.
૨૧૯ વ્યવહારથકી કુગુરૂ તે ચેગી, સંન્યાસી, બ્રાહ્મણ, કુલિંગ પ્રમુખ તેમજ સ્વલિંગી જે આચાર રહિત ભેખધારી એવા યતિપ્રમુખ જાણવા.
હવે ધર્મનું સ્વરૂપ નિશ્ચય-વ્યવહારરૂપ ચાભગીએ કરી દેખાડે છે.
૨૨૦ નિશ્ચયથકી સુધર્મ તે જીવને અંતરંગ સત્તા તે અનંત-ચતુષ્ટયરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્ર વીય રૂપ અનંતે ધર્મ રહ્યો છે, તે કર્મો કરી આવરાણે છે, જેમ આડા વાદળા આવ્યાથી સૂર્યની કાંતિ દબાઈ જાય, પણ અંતરમાં દેદીપ્યમાન કાંતિ છે, તેમ આત્માને કર્મક્ષ વાદળાં આડાં આવ્યાં, તેણે કરી આત્માની કાંતિ દબાણી પણ અંતરંગ આત્માની કાંતિ સૂર્યની પરે દેદીપ્યમાન છે, તે નિયમ કહીયે.