________________
Ca
૯૧ શિષ્યઃ——નવ તત્ત્વમાથી પાપના પ્રતિપક્ષીરૂપ કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂ:--નવ તત્ત્વમાંથી પાપનું પ્રતિપક્ષીરૂપ એક પુણ્યતત્ત્વ જાણુ,
કારણકે જીવ જે સમયે અશુભ પરિણામે પાપના દળીયાનું ગ્રહણ કરે છે, તે સમયે પુણ્યના દળીયાનુ ગ્રહણ નથી, કેમકે એક સમયે એ ક્રિયા ન હાય, માટે નવ તત્ત્વમાં પાપનું પ્રતિપક્ષીરૂપ એક પુણ્યતત્ત્વ જાણવું.
૯૨ શિષ્યઃ--એ નવ તત્ત્વમાંથી પાપને રોકવારૂપ કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂ:--એ નવ તત્ત્વમાંથી પાપના દળીયા રાવારૂપ એક સંવતત્ત્વ જાણવું,
કારણકે શબ્દનયને મતે જે સમયે જીવ સ્વરૂપના ચિંતનરૂપ સવરમાં આવે, તે સમયે નવા ક રૂપ દળીયાનું બહુણુ નથી, માટે.
૯૩ શિષ્યઃ——એ નવ તત્ત્વમાંથી કેટલા તત્ત્વને પાપ રાકી શકે છે ?
ગુરૂ:--એ નવ તત્ત્વમાંથી એક જીવતત્ત્વને રોકી શકે છે,
મેાક્ષનગરે જતાં
કારણકે પાપના દળીયા નિકાચિતપણે સત્તાએ માંધ્યા હાય, તે ખપાવ્યા વિના કેાઈ જીવ મેાક્ષનગરે પહોંચે નહિ. ૯૪ શિષ્યઃ——એ નવ તત્ત્વમાંથી પાપે કેટલા તત્ત્વનું ઘર દીઠું નથી ?