________________
૪૯ ગુરૂ–જ્ઞાનના પર્યાય અનંતા છે, તેણે કરી સિદ્ધ પરમાત્મા અનેક યરૂપ પદાર્થને જાણવારૂપ કાર્ય કરે છે, અને અનંતા દર્શનના પર્યાય તેણે કરી સિદ્ધ અનેક દશ્ય પદાર્થને દેખાવારૂપ કાર્ય કરે છે, માટે સિદ્ધને તેના કર્તા કહીએ. અને શુભાશુભવિકારરૂપ ઈન્દ્રિયસુખના હેતુ એવા જે. પગલાદિક વિભાવિક વસ્તુ તેના સિદ્ધને અકર્તા કહીએ.
૬૩ર શિષ્ય-નિદ્ધ પરમાત્માને ભવ્ય સ્વભાવ પણ કહીએ અને અભવ્ય સ્વભાવ પણ કહીએ, તેને સ્પે. પરમાર્થ ?.
ગુરૂ –જેને પલટણ સ્વભાવ છે, તેને ભવ્ય સ્વભાવ કહીએ, અને જેને પલટણ સ્વભાવ નથી, તેને અભવ્ય સ્વભાવ કરીએ.
ઈહાં સિદ્ધપરમાત્માને જ્ઞાન, દર્શન અને ચારિત્ર, એ આદિ અનંતા ગુણ પ્રગટયા છે, તેને કોઈ કાલે વિનાશ થવાને નથી, એટલે તે કેઈ કાલે પલટાશે નહિ, તે માટે એ અભવ્ય સ્વભાવ સિદ્ધમાં કહીએ. અને સિદ્ધને એક અગુરુલઘુ પર્યાય કરી અનંતા ગુણમાં હાનિવૃદ્ધિરૂપ સમયે સમયે ઉત્પાદ–વ્યય થાય છે, તે પલટણ સ્વભાવ છે. તેણે કરી સિધ્ધપરમાત્માને ભવ્યસ્વભાવ કહીએ. - ૬૩૩-શિષ્ય-સિદ્ધપરમાત્માને લાભ કહીએ અલાભ પણ કહીએ, તેને એ પરમાર્થ ?