________________
૯ શિખરૂબંધને તત્વ કહી બોલાવ્યું તેને જે પરમાર્થ?
ગુરૂ-શુભના દલીમાં પણ બાંધે, અને અશુભના દલીયાં પણ બાંધે, એજ એનું તત્ત્વ જાણવું, જે એ શુભને પણ બાંધે અને અશુભને પણ બાંધે.
૯ શિષ્યા-મોક્ષને તત્વ કહી બેલાવ્યું તેને .
પરમાર્થ ?
ગુરૂ –બારમે ગુણઠાણે રાગ, દ્વેષ અને મેહને ક્ષય કર્યો અને તેને ગુણઠાણે કેવલજ્ઞાન, કેવલદર્શન અને યથાખ્યાતચારિત્રરૂપ જે લક્ષ્મી તે જેમણે પ્રગટ કરી, તેને દ્રવ્યમોક્ષ કહીયે અને જે સર્વ કર્મ થકી મૂકાણા તે ભાવમક્ષ કહીયે. એ એનું તત્ત્વ જાણવું. એ રીતે શ્રી વીતરાગદેવે ત્રિગડાને વિષે બેસી બાર પર્ષદાને ઉપદેશ કર્યો, તે ઉપદેશમાં એ નવેને તત્ર કરી બોલાવ્યાં.
૧૦ શિષ્ય –એ નવ તત્વમાં હેય એટલે છાંડવા ચોગ્ય કેટલા તત્વ પામીએ?
ગુરૂ –નિશ્ચયનયે કરી પુણય, પાપ, આશ્રવ અને બંધ, એ ચાર તત્વ જીવને છાંડવા યોગ્ય છે, કેમકે એ ચારમાં પુણ્ય જે છે તે શુભપ્રકૃતિરૂપ કમને ઉદય છે અને પાપ છે, તે અશુભપ્રકૃતિરૂપ કર્મને ઉદય છે. માટે એ બે કર્મ છે અને તે કર્મ તે જીવને મોક્ષમાર્ગને વિષે વિક્નકર્તા છે, તેથી નિશ્ચયનયને મતે શુભાશુભ વિકારરૂપ જે