________________
૩૬૧ ગુરૂ –સમકિતના નવ પ્રકાર જાણવા.
તિહાં પ્રથમ દ્રવ્યમતિ, બીજું ભાવસમકિત, ત્રીજું વ્યવહારસમક્તિ, ચોથું નિશ્ચયસમકિત, પાંચમું નિસર્ગસમતિ, છઠું ઉપદેશસમક્તિ, સાતમું રેચક સમકિત, આઠમું કારકસમકિત, અને નવમું દીપક સમકિત.
એ નવ પ્રકારે કરી સમકિતનું સ્વરૂપ જાણવું.
૫૦૩-શિષ્ય – દ્રવ્યસમકિત અને ભાવ સમકિત કોને કહીયે?
ગુરૂ – તીર્થંકરના વચન ઉપર આસ્થા-પ્રતીતિ હોય, જે શ્રી તીર્થકરે વચન કહ્યા, તે તહત્તિ કરી માને, પણ પરમાર્થ ન જાણે અને જીવાદિક નવ પદાર્થના ભેદાભેદ ન જાણે,
તથા કુલાચારે દેવયાત્રા, સંધ, સહમ્મવત્સલ, પૂજા, પ્રભાવનાદિ કરણી કરે અને કેવલીએ કહ્યું, તે વચન તહત્તિ કરી મને,
તથા દેવ તે અરિહંત, ગુરુ તે સુસાધુ, ધર્મ તે કેવલીને પ્રપે, એવી સહણ જેને હેય, તે જીવ, દ્રવ્યસમકતી જાણવા *
*અહીં દ્રવ્ય પદથી જેમાંથી જ્ઞાનીની નિશ્રામાં રહેવાના પરિણામે ભાવની ઉત્પત્તિની શક્યતા છે તે કારણે વાચી દ્રવ્યપદ જાણવું, પ્રધાનદ્રવ્ય નહીં. પરંતુ