________________
તથા સાદિ અમર્સ નામે ચે ભાગે દેવગતિમાં લાગે નહિ.
એવી રીતે મનુષ્યાદિ ચારે ગતિમાં ભાંગી જાણવા
૩૬૫–શાશ્વતી–અશાશ્વતી વસ્તુમાં ચાર ભાંગા બતાવે છે –
શાશ્વતી વસ્તુ સર્વે અનાદિ અનંત પહેલે ભાગે જાણવી, અનાદિ સાંત બીજે ભાગે શાશ્વતી વસ્તુમાં લાગતું નથી.
તથા ત્રીજે શાશ્વતી વસ્તુમાં પુદ્ગલ પરમાણુઓ સમયે સમયે અનંતા પેસે છે અને નિકળે છે, માટે સાદિ સાંત ત્રીજે ભાગે જાણ. અને અશાશ્વતી વસ્તુ પણ સર્વે સાદિ સાંત ત્રીજે ભાગે જાણવી. કેમકે અશાશ્વતી વસ્તુ નિપજી તેની આદિ છે અને વળી ક્ષય થશે તે વારે અંત પણ આવશે.
તથા સાદિ અનંત ચોથે ભાગો એમાં લાગતું નથી.
એ રીતે સર્વ વસ્તુનું ચાર ભાગે કરી પ્રમાણુ કરવું.
૩૬૬-હવે છ દ્રવ્યના પરસ્પર સંબંધની ચોભંગી કહે છે –
તેમાં પ્રથમ આકાશ દ્રવ્ય છે, તે કાલેક વ્યાપી છે, અને શેષ પાંચ દ્રવ્ય તે લેક વ્યાપી જાણવા.