________________
- હવે રાજ્ય પાળવા માંડયું, તે વારે કેઈએ પૂછયું, તું શું પાળે છે? એટલે અતિશુદ્ધ નિગમનને વચને બોલ્યો-કે હું રાજ્ય પાછું છું . ઈતિ નિયમનાય છે
હવે વ્યવહારનયના મતવાળો બોલ્યો, કે એમ રાજ્ય કહેવાય નહિ, હું તે સંપૂર્ણ રાજ્ય ભેગવતાં નજરે દેખું, તે વારે રાજ્ય માનું,
તે વખતે સંગ્રહનયના મતવાળો બેલ્યો-એમ રાજ્ય કહેવાય નહિ, જે રાજ્યની સત્તાને રહે, તે રાજ્ય કહેવાય. એટલે રાજ્યની સત્તારૂપ પ્રધાન, કામદાર, શિરદાર, સુભટ, સીપાઈ, જમાદાર, ફેજદાર, કોટવાલ, હાલી, મુહલી, હાથી, ઘોડા, રથ, પાયક આદિ રાજાની સત્તારુપ સામગ્રી મળે, ત્યારે રાજા કહીએ.
હવે ત્રાજુસૂત્રનયના મતવાળો બોલ્યો-એમ રાજ્ય કહેવાય નહિ, હું તે ભાવને ગ્રહણ કરું છું એટલે રાજ્યરુપી સામગ્રી તે સર્વે મળી, પણ રાજ્ય કાર્યની ચિંતારુપ હાલ હુકમ, ન્યાય, ઈન્સાફ, વાત, વિચારરુપ રાજયકાર્યના ચિંતનમાં ઉપયોગના પરિણામ વર્તે, તે સમયે રાજ્ય કહેવાય, નહિ તે રાતના રાજાની પરે અધું રાજય જાણવું.
વળી કેઇ બોલ્યો, એ રાજ્યકાજના ઉપયોગરૂપચિંતનનું જ્ઞાન કયાં રહ્યું છે? તે વારે શબ્દનયના મતવાળો બોલ્યો, કે આ શરીરરુપનગર નવ દ્વારે કરી શોભતું અને માં ચેતનમહારાજારૂપ રાજા રાજ્ય કરે છે, તેમાહે એ જ્ઞાન રહ્યું છે.