________________
૩૫
તેને નૈગામનય કહીયે. તેના ત્રણ ભેદ છે, તે આવી રીતે – શ્રી મહાવીર સ્વામીને આગળ જન્મ થયે હતો, તેને ઘણે કાળ વ્યતીત થઈ ગયે, પણ હમણું પર્યુષણમાં જન્મકલ્યાણકને મહત્સવ કરીયે, અથવા દિવાળીને દિવસે નિર્વાણ કલ્યાણદિને મહત્સવ કરીયે, તે સર્વે વર્તમાને અતીતારોપણનામે નિગમનયને પ્રથમ ભેદ જાણુ.
તથા અનાગતકાલે શ્રીપદ્મનાભજી તીર્થકર થશે, તેને આજ જન્મકલ્યાણકાદિક ભક્તિ મહત્સવ કરીયે, તે સર્વે વર્તમાન અનાગતારે પણ નામે નગમનયને બીજે ભેદ જાણ.
તથા હમણાં વર્તમાને જે કામને આદર કરી અંગીકાર કરીયે, તે વર્તમાનનગમનયને ત્રીજે ભેદ જાણ.
એ નગમનયના ત્રણ ભેદ કહ્યા. ૯૪–હવે સંગ્રહાયનું સ્વરૂપ કહે છે – જે સત્તાને રહે, તે સંગ્રહનય જાણો.
જે કારણે એક નામ લીધાથી સર્વ ગુણ પર્યાય પરિવાર સહિત આવે, તે સંગ્રહનય જાણ. તેના બે ભેદ છે. એક સામાન્ય સંગ્રહ અને બીજો અશેષ સંગ્રહ,
તિહાં દ્રવ્ય એવું નામ લેતાં થકાં જીવ–અજીવપણાને કાંઈ ભેદ પડે નહિ, તે સામાન્ય સંગ્રહ અને બીજે જે વિશેષતા અંગીકાર કરીયે, જેમકે જીવદ્રવ્ય એટલું કહ્યું, તે વારે અજીવ સર્વે ટળી ગયા, તેને વિશેષ સંગ્રહ કહીયે.
છે ?