Book Title: Adhyatmasar
Author(s): Kunvarvijay
Publisher: Jain Shree Sangh Paldi Ahmedabad

View full book text
Previous | Next

Page 605
________________ પ૩૦ પછી ઉત્તમ વસ્ત્રાભૂષણાદિકે કરી વિભૂષા કરે, પછી મન ગમતું સરસ મધુર ભોજન કરાવે, જાવજજીવ સુધી પિતાની ખાંધ ઉપર લઈને ફરે, એ રીતે ભક્તિ સાચવે તે પણ તે પુત્ર, માતા-પિતાને એસિંગણ ન થાય. પરંતુ માતા-પિતાને કેવલિપ્રણીત ધર્મ કહી ધર્મ બૂઝવીને ધર્મમાં થાપે તે તે પુત્ર માતા-પિતાને એસિંગણ થાય. ૨ કઈ એક મોટે પુરૂષ કેઈ એક દરિદ્રી પુરૂષને માટે ધનવંત કરે, પછી કાલાંતરે કઈ રીતે અશુભ કર્મો દયથી તે મોટા પુરૂષને દરિદ્રતા પ્રાપ્ત થાય, તે પ્રસ્તાવ પૂર્વે ઉપકાર પામેલે પુરૂષ પિતાના સ્વામીને દરિદ્રપણું આવ્યું જાણી પિતાનું સર્વસ્વ પિતાના સ્વામીને આપતે છતે પણ તેને એસિંગણ ન થાય, પરંતુ તે પુરૂષ જ પિતાને સ્વામીને કેવલિપ્રણીત ધર્મ કહી ધર્મ બૂઝવીને ધર્મને વિષે સ્થાપના કરે, તે એસિંગણ થાય. ૩ કોઈ એક પુરૂષ સાધુની પાસેથી રૂડા ધર્મમય વચન સાંભળી તેને મનમાં ધારી પછી શુભધ્યાન વિષે કાલ કરી દેવલોકે દેવતાપણે ઉપજે, તે દેવતા પિતાના ધર્માચાર્ય પ્રત્યે દુકાલમાં પડયે જાણી વસ્તિના સ્થાનકે મૂકે અથવા તે ધર્માચાર્યને કોઈ રેગ ઉત્પન્ન થયાથી તેને રોગરહિતનિરાબાધ કરે, તે પણ તે દેવતા તેને એસિંગણ ન થાય, પરંતુ તે દેવતા જે પિતાના ધર્માચાર્યને અશુભ કર્મોદયથી કેવલિપ્રણીત ધર્મ થકી ભ્રષ્ટ થયે જાણી ફરી તેને કેવલિપ્રણીત ધર્મ બૂઝાવીને ધમને વિષે સ્થાપન કરે, તે એસિંગણ થાય.

Loading...

Page Navigation
1 ... 603 604 605 606 607 608 609 610