________________
જે સમસ્ત કર્મક્ષય કરીને લેકને અંતે વિરાજમાન. વતે, તેને ભાવમોક્ષપદ કહીયે. તેમાં એક તે જીવતત્વ અને યથાખ્યાત ચારિત્રરૂપ ગુણે કરીને પોતાના સ્વરૂપમાં રમણ કરે છે તે બીજું સંવરત કહીએ અને ભાવભેક્ષપદ પામ્યા છે તે ત્રીજું મેક્ષતત્વ જાણવું. એ ભાવમેક્ષિપદમાં ત્રણ તત્વ જાણવા.
એ રીતે એ નવ તત્વનું સ્વરૂપ જે જાણે, તેને જ્ઞાની કહીયે અને જે અંતરંગ પ્રતીતે સહે તેને સમકિતી કહીયે. એવા સમકિત સહિત જે જીવ છે, તેની સર્વ કરણું લેખે છે.*
૩૭ શિષ્ય –એનવતત્વમાં મૂલ તત્વ કેટલાં પામીયે ?
ગુરૂ -મૂલ તત્વ તે એક જીવ અને બીજે અજીવ એ બે તત્વ પામીયે. તિહાં જીવમાં ચાર તત્ત્વ થાય, તે આવી રીતે :
જીવ જે વારે સ્વસત્તા અને પરસત્તાની વહેંચણ કરી સ્વરૂપમાં રમે, તે વારે સંવર કહીયે, અને સંવરમાં જીવ વતે, તે વારે સમયે-સમયે અનંતા કર્મ
* જ્ઞાન-નિરપેક્ષ ક્રિયા કરનારાઓ તથા જ્ઞાનીની નિશ્રા છેડી સ્વચ્છેદ ક્રિયા કરનારાઓની અપેક્ષાએ આ વાત જાણવી. તેવાઓની ક્રિયા નવતત્વની આવી સમજણ વિના લેખે ન લાગે. બાકી જ્ઞાનાવરણીયના ઉદયથી શબ્દજ્ઞાન ન પામી શકે કદાચ તો પણ જ્ઞાનીની નિશ્રામાં રહી સાપેક્ષપણે જેઓ ક્રિયા કરે છે તેઓની ક્રિયા તો નિર્જરાનું અંગ છે, તેઓને ભાવસમ્યફ સ્પર્શેલું હોય છે. વધુ આ વાત ગુન્ગમથી ધારવી.