________________
૩૫ અને આહારકની વણથી અનંતગુણાધિક દળીયા ભેળા થાય, તે વારે એક તજસને લેવા યોગ્ય વર્ગણા થાય.
અને તજસની વણથી અનંતગુણાધિક દળીયા ભેળા થાય, તે વારે એક ભાષાને લેવા ગ્ય વર્ગણ થાય.
તથા ભાષાની વર્ગણાથી અનંતગુણાધિકમય દળીયા ભેળા થાય, તે વારે એક ઉચ્છવાસને લેવા એગ્ય વર્ગ
થાય.
તે ઉર છવાસની વણથી અનનગુણા અધિકમય દળીયા ભેળા થાય, તે વારે એક મનને લેવા યોગ્ય વર્ગણા થાય.
એ સાતમી મને વણા થકી વળી આઠમી કર્મવર્ગણામાં અનંતગુણાધિક પરમાણુઓ જાણવા.
એવી જીવને એકેક પ્રદેશે અનંતી કર્મની વગણાઓ રાગ-દ્વેષની ચિકાશે કરી લાગી છે, તેણે કરી જીવન જ્ઞાનાદિક ગુણ દબાઈ ગયા છે, માટે જીવથકી પુદ્ગલ દ્રવ્ય અનંતગુણા જાણવા. - તે પુદ્ગલ રૂપી છે, અચેતન છે, સક્રિય છે, પૂરણગલન છે, એ ચાર ગુણ એમાં સ્વાભાવિક જાણવા, એ પરમાર્થ છે.
હવે વર્ગણુને વિચાર કહે છે–પૂર્વોક્ત આઠ વર્ગણ જીવને અનાદિકાલની લાગી છે, તેમાં એક દારિક, બીજી વૈક્રિય, ત્રીજી આહારક, અને એથી તેજસ, એ ચાર વર્ગણ બાદર છે, પંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ, એ વીશ ગુણ જાણવા.