________________
નથી એ ભાંગમાં સિદ્ધ પરમાત્માના જીવ પણ જાણવાએ જીવ ગુણઠાણ વર્જિત છે, એવભૂતનયને મતે સકલ કમ ક્ષય કરી, લેકને અંતે વિરાજમાન વર્તે છે, એમાં આગળ કહ્યા, તે રીતે ત્રણ તત્ત્વ પામીયે.
હવે એના ચાર નિક્ષેપા કહે છે–પ્રથમ સિદ્ધ એવું નામ તે નામસિદ્ધ, બીજે જિનપ્રતિમા સ્થાપીયે, તે સ્થાપના સિદ્ધ, ત્રીજે કેવલી ભગવાનને દ્રવ્ય સિદ્ધ કહીયે, ચોથા સકલ કમને ક્ષય કરી અનંત ગુણરૂપ લક્ષ્મી પ્રગટ કરી લેકને અંતે વિરાજમાન વતે, તે ભાવસિદ્ધ કહીયે.
એ રીતે ભંગીનું સ્વરૂપ જાણવું
એ રીતે રત્નત્રયીનું સ્વરૂપ જાણ, જે ચારિત્ર પાળે, તેને સાધુ મુનિરાજ કહીયે.
* એ સાધુ મુનિરાજનું સ્વરૂપ જાણવારૂપ, ચભંગી. લખીયે છીએ –
એક જીવ ઉપરથી તે સાધુપણ સહિત છે, અને અંતરંગ થકી સાધુપણા રહિત છે, તથા બીજે જીવ, અંતરથકી સાધુપણા સહિત છે, અને ઉપરથી સાધુપણ રહિત છે. તથા ત્રીજે જીવ, અંતરથકી સાધુપણા રહિત છે અને ઉપરથકી પણ સાધુપણ રહિત છે, જીવ, અંતરથકી પણ સાધુપણા સહિત છે અને ઉપરથકી પણ સાધુપણુ સહિત છે..