________________
૩૭૭
હવે ચોથા ભાવ નિપામાં શબ્દાદિક ત્રણ નય તે ઉત્સર્ગમાગે કરી દેખાડે છે –
પૂર્વે ઋજુસૂવનયને મતવાળે મંજૂષારૂપ ઓખા મધ્યેથી ઉપયોગ કાઢી અને માંહે માણેક, મોતી પ્રમુખ જે વસ્તુ ભરી હતી, તેમાં ઉપયોગ લગાવ્યો હતો, એટલે વળી કઈ બેલ્યો કે માંહે માણેક, હીરા, મોતી, જવાહર પ્રમુખ જે વસ્તુ ભરી છે, તેના જાણપણારૂપ જે જ્ઞાન તે કિહાં રહ્યું છે?
તે વારે શબ્દનયના મતવાળો અંતરંગ ઉપગરૂપ વહેંચણ કરી બોલ્યો કે આ શરીરરૂપ મંજૂષા અને તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, અવ્યાબાધ, અમૂત્તિ આદિક અનંત ગુણરૂપ ભાવલક્ષ્મી ભરી છે, તેમાં એ જ્ઞાન રહ્યું છે.
તે વારે સમભિરૂદનયના મતવાળે છે કે એમ મંજૂષા કહેવાય નહિ, પણ એ શરીરરૂપ મંજૂષા ઉપરથી ઉપગ ઉતારી અને માં હેજે જ્ઞાન, દર્શનચારિત્ર, અવ્યાબાધ, અમૂર્તિ પ્રમુખ અનંત ગુણરૂપ લક્ષ્મી ભરી છે, તેમાં ઉપયોગ લગાવી શ્રેણિભાવે ચઢે, તે વારે એને મંજૂષા કહીએ.
હવે એવભૂતનયના મતવાળે બે કે એમ મંજૂષા કહેવાય નહિ, પરંતુ એ શરીરરૂપ મંજૂષાનું બેખું ઈહાં મૂકી અને માટે જ્ઞાનાદિ અનંત ગુણરૂપ જે લક્ષ્મી ભરી છે, તેને લઈ લેકને અંતે સિદ્ધપુરમાં વિરાજમાન થયા, તિહાં એને મંજૂષા કહીએ.