________________
૩૭૮
છે એટલે પૂર્વે ત્રણ નિક્ષેપામાં ચાર નય અપવાદ માગે દેખાડયા, અને ઈહાં એક ભાવનિક્ષેપામાં શબ્દાદિક ત્રણ નય ઉત્સર્ગમાર્ગ દેખાડયા.
એ રીતે સાત નયમાં ચાર નિક્ષેપ ઉત્સર્ગ અપવાદમાગે કરી જાણવા.
એ મંજૂષાની રીતે સર્વ વસ્તુમાં પિતાની બુદ્ધિથી ઉત્સર્ગ–અપવાદમાગે નય સહિત નિક્ષેપ જાણી લેવા.
૫૧૪ શિષ્ય –દશમા પ્રશ્નને વિષે સાત નયમાં ત્રણ નિક્ષેપ ઉત્સર્ગ અને અપવાદ માગે કહ્યા, તે કેવી રીતે જાણીએ ?
ગુરૂ–કઈ મિથ્યાદષ્ટિ જીવ, ત્રીજુસૂત્ર નયને મતે શુભ પરિણામે કરી, વ્યવહારનયને તે પુણ્યરૂપ દળીયાને ગ્રહણ કરે, તે પુણ્યરુપ દળીયાને ગ્રહણ કરી, તેને સંગ્રહનયને મતે મનુષ્યભવના આઉખારૂપ પ્રકૃતિપણે સત્તાએ બાંધ્યા, તે દળીયાં નૈગમનયને મતે અતીતકાલે ગ્રહણ કર્યા હતા, અને અનાગતકા સ્થિતિ પાકે ઉદયરૂપભાવે ભોગવશે, તથા વર્તમાનકાલે સત્તાએ રહયા છે, એવી રીતે નિગમનયને મતે ત્રણે કાલ એક રૂપપણે જાણવા.
એ પ્રકારે જે જીવે ચાર ન કરી અપવાદમાગે મનુષ્યપં ઉપાર્યું તે પ્રાણી દ્રવ્યમનુષ્ય જાણવા.
અને જે વારે તે જીવ શબ્દનયને મતે મનુષ્યપણે ઉપજે તે વારે તેને ભાવમનુષ્ય કહીયે.