________________
૧૩૬ તત્પર જ્ઞાની એને તેની નિશ્રાએ આજ્ઞાસાપેક્ષપણે વત નારે જીવ, મન, વચન, કાયાએ કરી એકચિત્તે જ્ઞાનીની કર્મનિજ રાની આજ્ઞામાં તલ્લીન રહેતે થકો એ શ્વાસોચ્છુવાસમાં ખપાવે, એટલે સ્વચ્છેદભાવે મનમરજીથી ચાલનારે અજ્ઞાની જીવ, ઘણા વર્ષની કેડીગમે તપશ્ચર્યા કરી જે કામ કાઢે, તે કામ જ્ઞાનીની આજ્ઞા કે નિશ્રામાં રહેનાર સમકિત દષ્ટિ જીવ, એક શ્વાસોચ્છવાસમાં કાઢે.
એ રીતે શબ્દ-સમભિરૂદનયને મતે જીવ, સંવર, નિરરૂપ કાર્યને કર્તા તેને પરમાર્થ જાણુ.
હવે એવભૂતનયને મતે જીવ સર્વ કર્મ ખપાવી, મોક્ષપદ પામી, લેકને અંતે વિરાજમાન સાદિ અનંતમે ભાગે પરમાનંદ સુખને વિલાસે, બાધારહિત અનંતા સિદ્ધ પરમાત્મા વતે છે.
એ રીતે એ નયની અપેક્ષાએ કરી નવતત્વમાં જીવનું કર્તાપણું દેખાયું.
તે માટે એ પંડિતજીવ ચિત્તમાં ઉતારી, નયની અપેક્ષા વિચારી ગુરૂગમથી સર્વનય પ્રમાણ કરે, તે પ્રાણી સમ્યગૃષ્ટિ જીવ જાણુ, અને જે એમાં ગુરૂગમ છોડી. મનમરજીથી એક નય પકડે તે જીવ મિથ્યાદષ્ટિ જાણો.
૧૭૪ શિષ્ય-એ નવ તત્વમાંથી અશુભ પ્રકારે કર્તારૂપ કેટલા તત્વ પામીયે?
ગુરૂ-ત્રજીવનયને મને પહેલે ગુણઠાણે અશુભ પ્રકારે કર્તારૂપમાં પાંચ તત્વ જાણવા.