________________
તિહાં પ્રથમ અગુરુલઘુ પર્યાય સર્વદ્રવ્યમાં સરખે છે.
વળી અરૂપીગુણ પાંચ દ્રવ્યમાં છે, એક પુદ્ગલ દ્રવ્યમાં નથી.
તથા અચેતનપણે પાંચ દ્રવ્યમાં છે, એક છવદ્રવ્યમાં નથી? - તથા સક્રિય ગુણ જીવ અને પુદગલ, એ બે દ્રવ્યમાં છે, શેષ ચાર દ્રવ્યમાં નથી,
તથા ચલન સહાયગુણુ એક ધર્માસ્તિકાયમાં છે, શેષ પાંચ દ્રવ્યમાં નથી.
તથા સ્થિરતા સહાયગુણ એક અધર્માસ્તિકાયમાં છે, શેષ પાંચ દ્રવ્યમાં નથી.
તથા અવગાહના ગુણ એક આકાશ દ્રવ્યમાં છે, શેષ પાંચ દ્રવ્યમાં નથી. -- તથા વર્તના ગુણ એક કાલદ્રવ્યમાં છે, બીજા દ્રવ્યમાં
નથી.
તથા મિલન-વિખરણગુણ એક પુદ્ગલમાં જ છે, બીજા દ્રવ્યમાં નથી.
તથા જ્ઞાનાદિક ચેતના ગુણ એક જીવ દ્રવ્યમાં જ છે, શેષ દ્રવ્યમાં નથી,
એ મૂલગુણ કેઈ દ્રવ્યના કેઈ દ્રવ્યમાં ભળે નહિ.