________________
૪૬૧
સોળમું પરપરિવાદ તે ગુણ-નિગુણું જીવની નિંદા કરવી.
સત્તરમું માયામૃષાવાદ, તે અંતરમાં જુદી વાત હોય અને મુખે મીઠું બેલડુ, ઈત્યાદિ અનેક પ્રકારે છલા કરી લેકને ઠગવારૂપ પરિણામ.
અઢારમું મિથ્યાત્વશલ્ય, તે પાંચ પ્રકારે મિથ્યાત્વ સેવવારૂપ પરિણામ.
એ રીતે અઢાર પ્રકારે જે જીવના ચિત્તમાં પાપરૂપ ભાવ ઉપજે, તેને ભાવપાપ કહીએ.
એ ભાવની ચીકાશે કરી જીવને સત્તાએ પાપરૂપ કમના દળીયા લાગે, તે દ્રવ્યપાપ કહીએ, અને એ દ્રવ્યપાપના દળીયા જે સત્તાએ બંધાણ, તે આગળ ભાવપણે તિર્યંચ અને નારકીના ભવ પામીને ખ્યાશી પ્રકારે કડવા વિપાક જીવ ભેગવે,
એ રીતે દ્રવ્ય-ભાવની ભંગીએ કરી પાપનું સ્વરૂપ જાણવું.
૫૮૮-શિષ્ય એ નવ તત્વમાંથી આશ્રવનું સ્વરૂપ ભાવથકી ને દ્રવ્યથકી તથા દ્રવ્યથકી અને ભાવથકી કેમ જાણીએ ?
ગુરૂ –ભાવઆશ્રવ તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગ, એ ભાવઆશ્રવની ચીકાશે જીવને શુભાશુભ