________________
છઠ્ઠો આધાર તે ચારિત્રગુણ ધવનું ધ્રુવપણે જાણવું.
૬૨૪-હવે સિદ્ધના વીર્યગુણમાં ષટુંકારક બતાવે છે –
પ્રથમ કર્તા સિદ્ધને જીવ, બીજું કારણરૂપ વીર્યગુણ, ત્રીજું અનંતા ગુણને વિષે સહાયરૂપ કાર્ય કરવું છે.
ચોથું સંપ્રદાન, તે અભિનવપર્યાયનું સહાયપણું સમયે સમયે સંપજતું જાય.
પાંચમું અપાદાન, તે પૂર્વ પર્યાયના સહાયપણને સમયે સમયે વ્યય થતું જાય,
છઠ્ઠો આધાર તે વયગુણ ધ્રુવનું ધ્રુવપણે જાણવું. એ રીતે સિદ્ધના વીર્યગુણમાં ષકારક જાણવા.
એ રીતે સિદ્ધપરમાત્માને અનંતા ગુણને વિષે ષટ્રકારરૂપ અનંતા ચક્ર લાગી રહ્યા છે, તેનું જાણપણું કરી સિદ્ધપરમાત્માનું સ્વરૂપ ધ્યાવે તે પ્રાણું ગણ્યા દિવસમાં પરમાનંદ પદ પામે.
દ૨૫-શિષ્ય –સિદ્ધપરમાત્માના સ્વરૂપમાં એકરૂપ, અસંખ્યરૂપ, અસંખ્ય અનંતરૂપ, અનંત અનંતરૂપ, અનંતઅનંત ધર્મરૂપ એ પંચભંગીઓ કેમ જાણીએ?