________________
૧૨૭ ગુરૂ–જે જવ, કર્મના ફળ ભેગવે છે, તેને કર્મફલ ચેતના કહીયે. તે પહેલાં ગુણઠાણથી માંડીને ચૌદમા ગુણઠાણું લગે જાણવી.
તિહાં જે પહેલે ગુણઠાણે મિથ્યાત્વી જીવ કર્મના ફળ ભેગવે છે, તેમાં આગળ કહ્યા, તે રીતે છ તત્વ પામીયે.
સમકિતભાવે ચોથા ગુણઠાણાથી માંડીને યાવત્ અગીયારમા–બારમા ગુણઠાણું પર્યત જે જીવ, કર્મના ફળ ભેગવે છે, તેમાં આગળ કહ્યા તે રીતે આઠ તત્વ પામીએ.
તથા સમભિરૂનયને મતે તેરમે ચૌદમે ગુણઠાણે વર્તતા કેવલી ભગવાન પણ કર્મના ફળ ભેગવે છે, તેમાં આગળ કહ્યા તે રીતે નવ તત્ત્વ પામીયે.
૧૬૫ શિષ્ય એ નવ તત્તવમાંથી જ્ઞાન ચેતનામાં કેટલા તત્વ પામીયે ?
ગુરૂ –શબ્દનયને મતે ચોથે ગુણઠાણે સમકિતી જીવને જ્ઞાન ચેતના જાણવી, અને પાંચમે ગુણઠાણે દેશવિરતિ શ્રાવકને પણ જ્ઞાનચેતના જાણવી, તથા છકે, સાતમે યાવત અગ્યારમે, બારમે ગુણઠાણે વર્તતા સાધુ મુનિરાજને પણ જ્ઞાનચેતના જાણવી,
કારણકે એક રૂપિયાની પૂંછવાળ પણ રૂપિયાને પણી કહેવાય, અને દસ રૂપિયાવાળ પણ રૂપિયાને ધણી