________________
४२८
છે, તે ત્રણદિશિને આહાર પર્શનાએ લે છે, તે વિકલગેળા કહેવાય છે.
એ સૂફમનિગોદમાં એક સાધારણ વનસ્પતિના સ્થાવરસૂમ જીવ છે, અને પૃથિવ્યાદિક ચાર પ્રમુખના સૂફમજીવ જે લેકવ્યાપી છે, તે સર્વ પ્રત્યેક છે, પરંતુ સાધારણપણું એક વનસ્પતિકાયમાં જ છે, પૃથિવ્યાદિક ચાર થાવરમાં નથી,
એ સૂફમનિગેદમાં અનંતું દુઃખ છે, તે દષ્ટાંતે કરી દેખાડે છે –
સાતમી નરકમાં ઉત્કૃષ્ટાયુ તેત્રીશ સાગરોપમનું છે, તે તેત્રીશ સાગરોગામના જેટલા સમય થાય, તેટલી વાર કોઈ જીવ સાતમી નરકમાં પૂર્ણ તેત્રીશ તેત્રીશ સાગરોપમને આંઉખે ઉપજે, તે વારે તેને અસંખ્યાતા ભવ નારકના થાય, તે અસંખ્યાતા ભવમાં સાતમી નારકને વિષે તે જીવને જેટલું છેદન, ભેદનનું દુઃખ થાય, તે સર્વે દુઃખ એકઠું કરીએ, તેથી પણ અનંતગુણ દુખ નિગદીયા જીવ એક સમયમાં ભેગવે છે.
વળી બીજું દષ્ટાંત કહે છે –
મનુષ્યની સાડા ત્રણ કોડી રોમરાજી છે, તેને કોઈ દેવતા સાડા ત્રણ ક્રોડ લોખંડની સેય અગ્નિમાં તપાવીને સમકાલે રમે રામે ચાંપે, તે વારે તે જીવને જે વેદના થાય, તેથી પણ અનંતગુણ વેદના નિગદમાં છે, માટે હે ભવ્ય ! એ નિર્ગાદપણું પામવાનું કારણ અજ્ઞાન છે.