________________
ય હવે નગમાદિ સાત ન કરી સર્વ વસ્તુનું જાણપણું કરવાના લક્ષ્યથી જિનદાસ નામા શેઠ શ્રાવપુત્ર પ્રત્યે પ્રશ્ન પૂછે અને શ્રાવકપુત્ર જિનદાસ શેઠને ઉત્તર આપે છે; એવી રીતના વ્યાખ્યાનરૂપે કહે છે –
૪૩૨-જિનદાસ શેઠ –સાત નયમાં નૈગમન કરી ષડદ્રવ્યનું સ્વરૂપ જાણવામાં પ્રથમ નૈગમન કરી. ધર્માસ્તિકાયનું સ્વરૂમ કેમ જાણીયે?
શ્રાવક પુત્ર-નિગમનને મતે ધર્માસ્તિકાય એવું નામ કહીયે. કેમકે નૈગમનયના મતવાળે ત્રણે કાલ વસ્તુને એકરૂપપણે માને છે, એટલે અતીતકાલે ધર્માસ્તિકાય એવું નામ હતું, અને અનાગતકાલે ધર્માસ્તિકાય એવું નામ રહેશે, તથા વર્તમાનકાલે પણ ધર્માસ્તિકાય એવું નામ વતે છે.
૪૩૩-જિનદાસ–સંગ્રહાયે કરી ધર્માસ્તિકાયનું સ્વરૂપ કેમ જાણીયે? | શ્રાવકપુત્ર–એ નયના મતવાળો સત્તાનું ગ્રહણ કરે છે, માટે સંગ્રહનયને મતે અસંખ્યાત પ્રદેશરૂપ સત્તા સહિત તે ધર્માસ્તિકાય કહીયે.
૪૩૪-જિનદાસ–વ્યવહારને કરી ધર્માસ્તિકાયનું સ્વરૂપ કેમ જાણીયે?
શ્રાવપુત્ર --એ નયન મતવાળે જેવો ઉપરથી દેખે, તે ભેદ વહેંચે, માટે વ્યવહારનયને મતે સકંધ, દેશ, પ્રદેશરૂપ ધર્માસ્તિકાય જાણવો.