________________
E
પલટાવી પ્રતિમાષ નહિ પામે, તે અસભ્ય સ્ત્રભાવ જાણવા.
૫૬૧-વળી ભવ્યજીવમાં નિશ્ચય-વ્યવહારનયે કરી ભવ્ય-અભવ્ય સ્વભાવ આળખાવે છે:
તિહાં વ્યવહારનયે કરી જીવ, ચાર ગતિમાં નવા નવા ભવ કરી ચવવું–ઉપજવું કરે છે, તે વ્યવહારનયે કરી જીવમાં ભવ્યસ્વભાવ જાણવા, અને નિશ્ચયનયે કરી જીવ પારિણામિકભાવે સત્તાકાલ શાશ્વતે વર્તે છે, કઈ ના છેદ્યો છેદાય નહિ, ભેદ્યો ભેદાય નહિ, એ રીતે નિશ્ચય નયે કરી જીવ અખંડ રૂપ છે, તે જીવમાં નિશ્ચયનયે કરી અભવ્યસ્વભાવ જાણુવે.
૫૬૨-નળી નિશ્ચય-વ્યવહારનયે કરી જીવમાં ભવ્ય અસભ્ય સ્વભાવ એળખાવે છે.—
તિહાં સકલ કમ ક્ષય કરી લેાકને અંતે વિરાજમાન એવા સિદ્ધપરમાત્માને જ્ઞાનાદિ અનંત ચતુષ્ટયરૂપ છતા પર્યાય પ્રગટયા છે, તે પર્યાય કેઈ કાલે પલટશે નહિ, માટે એ નિશ્ચયનચે કરી સિદ્ધને અભવ્ય સ્વભાવ જાણવા,
તથા જે શ્રીસિદ્ધપરમાત્માને સામર્થ્ય પર્યાંય પ્રવતના રૂપ સમયે સમયે અનતા ઉત્પાદષય થઈ રહ્યો છે, તે વ્યવહારનયે પલટણ સ્વભાવે કરી શ્રી સિદ્ધ પરમાત્મામાં ભવ્યસ્વભાવ જાણવા.