________________
૧૪ શિષ્ય –વાટે વહેતાં (પરલેકે જતાં) જીવને કેટલા પ્રાણ પામીયે?
ગુરૂ-દ્રવ્યથકી તે જે ગતિનું આયુ બાધ્યું છે, તે ગતિના જેટલા પ્રાણ હોય, તેટલાં પામીયે.
જે એકેદ્રિયનું આયુ બાંધ્યું હોય, તે ચાર પ્રાણ પામીયે, જે બેઇદ્રિય, તેઈદ્રિયનું આયુ બાંધ્યું હોય તે છ– સાત પ્રાણ પામીયે, જે ચઉરિંદ્રિયનું આયુ બાંધ્યું હોય, તે આઠ પ્રાણ પામીયે, અને જે પદ્રિયનું આયુ બાંધ્યું હોય તે નવ-દસ પ્રાણ પામીયે.
એ રીતે દ્રવ્યથકી તે જે ગતિનું આયુ બાંધ્યું હોય, તે ગતિના તેટલા પ્રાણ પામીયે અને ભાવથકી આગળનું આયુષ્ય જે સમયે પૂર્ણ થયું, તે સમયે આગળની ગતિનું દ્રવ્ય આયુષ્ય સત્તાયે બાંધ્યું હતું તે ભાવપણે ઉદયમાં આવ્યું એટલે વાટે વહેતાં (પરલોકમાં જતાં) એક સમય અથવા બે સમય લાગે, તે વેળાએ ભાવ આયુષ્ય ભેગવ્યું તે માટે વાટે વહેતાં ભાવપ્રાણુ એકજ પામીયે.
૧૫ શિષ્ય-જીવને વ્યવહારથી નિત્ય કહીયે છીએ તેમજ વ્યવહારથકી અનિત્ય પણ કહીયે છીએ તેને શ પરમાર્થ ?
ગુરૂ-જે ગતિમાં જીવ બેઠે છે તે ગતિમાં વ્યવહારથકી નિત્ય કહીયે અને સમયે સમયે આયુ ઘટે છે તેથી વ્યવહારથકી અનિત્ય પણ કહીયે છીએ.