________________
૧૩૦ ૧૦૯ શિષ્યા–એ નવ તત્વમાંથી ધર્મધ્યાન શુકલ ધ્યાનની ભાવનામાં કેટલા તત્ત્વ પામીયે?
ગુરુ –શબ્દ-સમલિરૂઢનયને મતે ધર્મધ્યાન તથા શુકલધ્યાનનની ભાવનામાં આઠ તથા નવ તત્ત્વ પામીયે.
| તિહાં શબ્દનયને મતે ધર્મધ્યાનની ભાવનાએ એથે ગુણઠાણે સમકિતી જીવ અને પાંચમે ગુણઠાણે દેશવિરતિ જીવ, તથા છ-સાતમે ગુણઠાણે મુનિરાજ હોય તેમાં આગળ કહ્યા, તે રીતે આઠ તત્વ પામીયે.
તથા શુકલધ્યાનની ભાવનાવાળા જીવ, નવમા ગુણ ઠાણાથી યાવત્ અગ્યારમા–બારમા ગુણઠાણ લગે છદ્મસ્થ મુનિરાજ હોય, તેમાં પણ આઠ તવ પામીયે, અને તેરમે ચૌદમે ગુણઠાણે કેવલી ભગવાન શુકલધ્યાન ધ્યાવે છે, તેમાં નવ તત્વ પામીએ.
૧૭૦ શિષ્ય એ નવ તત્તવમાંથી અશુભ પ્રકારે જીવને બાધક કેટલા તત્વ પામીયે?
ગુરૂ–ત્ર જુસૂત્ર નયને મને પહેલે ગુણઠાણે અશુભ પ્રકારે જીવને બાધકરૂપ પાંચ તત્વ પામીયે,
તેમાં એક તે જીવ તત્વ, બીજું અશુભ પ્રકારે બાધક તે પાપ, તથા એ પાપના દળીયા અજીવ છે, તે આશ્રવરૂપ જાણવા, એટલે ત્રીજું અજીવ, ચોથું આશ્રય અને પાંચમું એ દળીયે જીવ બંધાય છે, તે બંધ,