________________
ન થાય. એ નિશ્ચયથકી બીજા મૃષાવાદ વિરમણવ્રતનું સ્વરૂપ કહ્યું.
૨૨૮ હવે વ્યવહારથકી અદત્તાદાન વિરમણ વ્રતનું સ્વરૂપ કહે છે.
જે પારકું ધન, વસ્તુ પ્રમુખ છુપાવે, ચેરાવે, ઠગી લે, તેને ચાર કહીયે, એટલે અણદીધી પારકી વસ્તુ લેવી તેને અદત્તાદાન કહીયે. તેથી જે વિરમે છે, તે વ્યવહાર અદત્તાદાનથી વિરપે કહીયે.
રર૯ હવે નિશ્ચય અદત્તાદાન વિરમણ વ્રતનું સ્વરૂપ કહે છે.
જીવ પાંચ ઈંદ્રિયના વીશ વિષયરૂપ સુખ, તેની વાંછાએ આઠ કર્મની વર્ગણોને ગ્રહણ કરે છે, ઈત્યાદિક પર વસ્તુને લેવા વછે, તે નિશ્ચય અદત્તાદાન જાણવું.
હાં શિષ્ય પૂછે છે કે વિષયની અને કર્મની વાંછા કેણ કરે છે? તે વારે ગુરૂ કહે છે. પુણ્યપ્રકૃતિના જે
તાલીશ ભેદ છે, તે ચાર કર્મની શુભ પ્રકૃતિ છે, તેને ચગે જીવ, આગળ જતાં ઈંદ્રિય સુખ પામે છે, તે માટે જે જીવ પુણ્યને આગળ ભેળું લેવાયેગ્ય કહે છે, તે જીવ, કર્મની અને વિષયની વાંછા કરે છે, એટલે કેઈક જીવ વ્યવહારથકી તે અદત્તાદાન એક તૃણમાત્ર પણ લેતા નથી તે પણ તેને જે અંતરંગ પુણ્યાદિકની વાંછા છે, તે તેણે કરી તેને નિશ્ચય અદત્તાદાન લાગે છે.
૨૩૦ હવે વ્યવહારથકી મિથુન વતનું સ્વરૂપ કહે છે.