________________
કેમકે ધર્મ, અધમ, એ બે દ્રવ્ય સકંધરૂપ કાકાશ પ્રમાણ એક છે અને એના ગુણ, પર્યાય, પ્રદેશ અનેક છે, એટલે ગુણ અનંતા, પર્યાય અનંતા અને પ્રદેશ અસંખ્યાતા જાણવા. - હવે આકાશાસ્તિકાય દ્રવ્ય પણ કંધરૂપ કાક પ્રમાણ એક છે, અને ગુણ, પર્યાય, પ્રદેશ અનેક છે, એટલે ગુણ અનંતા, પર્યાય અનંતાં અને પ્રદેશ પણ અનંતા જાણવા.
એ રીતે ત્રણે દ્રવ્યમાં એક-અનેક પક્ષ કહ્યો, હવે શેષ ગણુ દ્રવ્યમાં એક-અનેક પણું દેખાડે છે –
તિહાં પ્રથમ કાલદ્રવ્યને વર્તમાનરૂપ ગુણ એક જાણો અને ગુણ-પર્યાય તથા સમય અનેક છે, એટલે ગુણ અનંતા છે, પર્યાય અનંતા છે, અને સમય પણ અનંતા જાણવા. કેમકે અતીતકાલે અનંતા સમય વહી ગયા અને અનાગત કાલે અનંતા સમય આગળ આવશે, તથા વર્તન માનકાલ એક સમય માત્ર જાણે.
- હવે પુદગલાસ્તિકાય દ્રવ્યમાં એક-અનેક પક્ષ કહે છે ,
પુદ્ગલ દ્રવ્યના પરમાણુઓ અનંતા છે, તે એકેક પરમાણુમાં અનંતા ગુણ પર્યાય રહ્યા છે, એ રીતે અનેક છે, પણ સર્વ પરમાણુમાં પુદ્ગલપણું એક સરખું છે, તેથી એક છે.