________________
૧૧૪
૧૪૪ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી ભાવ પ્રત્યાખ્યાન આવશ્યકમાં કેટલા તત્ત્વ પામીયે.
ગુરૂ:—શબ્દનયને મતે પ્રાણી ઈચ્છા નિરાધપણે જે જે વસ્તુના ભાવ પ્રત્યાખ્યાન કરે છે, તે પ્રાણી મેાક્ષનગર નજીક જાય છે.
એટલે આ ભવને વિશે યશઃકીતિ, માન, શાલા, તથા ઇંદ્રિયસુખની લાલચથકી રહિત નિરીહપણે તેમજ પરભવની ઈચ્છા જે દેવતા, ચક્રવતી, વાસુદેવ તથા ઇંદ્રાદિકની ઋદ્ધિની વાંછા થકી રહિત થકા જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ગુરૂનિશ્રાએ પેાતાના આત્માને નિરાવરણ કરવાના એક લક્ષ્યથી જે જે પચ્ચક્ખાણ કરે છે તે ભાવપચ્ચ ક્ષાણુ આવશ્યક કહીયે. તેમાં આગળ કહ્યા તે રીતે આઠ તત્ત્વ પામીયે.
એ રીતે ભાવ થકી ષડાવશ્યકનું સ્વરૂપ સક્ષેપમાત્ર કહ્યું.
૧૪૫ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી રમણિક તત્ત્વ કેટલા પામીયે ?,
ગુરૂ:—એ નવ તત્ત્વમાં અનેક નયની અપેક્ષાએ કરી એક જીવતત્ત્વ રમણિક જાણવુ.
કેમકે નેગમ અને સગ્રહ એ એ નયને મતે પાણિામિક ભાવે કરી સવ` જીવ પાતના સ્વરૂપમાં રમણિક
જાણવા.