Book Title: Adhyatmasar
Author(s): Kunvarvijay
Publisher: Jain Shree Sangh Paldi Ahmedabad

View full book text
Previous | Next

Page 608
________________ ૫૩૩ એજ પ્રકારે ચાર જાતિના પુરૂષ હેય તે કહે છે ૧ એક પુરૂષ નિમલ નિષ્પાપ અને જિહુવાથી પણ મીઠું મધુરું બોલે. ૨ એક પુરૂષ નિર્મલ નિષ્પા૫ છતાં જિહુવાએ કડવું બેલે. ૩ એક પુરૂષ એક લક્ષ પાપવાલ હય, અને જિહુવાએ મીઠું-મધુરૂં બેલે. ૪ એક પુરૂષ એક લક્ષ પાપવાલે હોય અને જિહુવાએ પણ કડવું બેલે. ૨૭ પચ્ચખાણુની ચતુર્ભગી ૧ પચ્ચકખાણને કરાવનાર ગુરૂ જાણ હેય, અને કરનાર શિષ્ય તે પણ જાણ હોય, એ પ્રથમ ભંગ અત્યંત શુદ્ધ ઉત્તમ જાણે. ૨ પચ્ચકખાણને કરાવનાર ગુરૂ જાણ અને કરનાર શિષ્ય અજાણ હોય, ત્યાં જાણુ ગુરૂ પચ્ચકખાણના કરનારને પૂછે, જાણ કરે, કે હે અમુકા! તને અમુક પચ્ચકખાણુ કરાવ્યું છે, તેવી રીતે પાલજે એમ શિષ્ય પણ પાલે તે શુદ્ધ ભાંગો જાણ. અને ન પૂછે–ન પાલે તો અશુદ્ધ ભાંગે જાણ. ૩ પરચક્ખાણ કરનાર શિષ્ય જાણ હોય, તે શિષ્ય જાણતે છતે ગીતાર્થ ગુરૂને અભાવે પર્યાયે કરી મોટા એવા મહાત્માની સમીપે અથવા પિત્રાદિકને ગુરૂ સ્થાનકે માનીને તેમની સામે પચ્ચકખાણ કરે, તે તે શુદ્ધ જાણવું. પરંતુ જે છતે ગીતા પણ અજાણુ ગુરૂ પાસેથી પિતાને ઈદે પચ્ચકખાણ કરે, તે અશુદ્ધ ભાંગે થાય, એમ સમજવું.

Loading...

Page Navigation
1 ... 606 607 608 609 610