________________
૩૯૦
- જે ધર્મ, અધર્મ, આકાશ અને કાલ, એ ચારે દ્રવ્ય તે અમૂર્ત છે, અને એક જીવ દ્રવ્ય તે મૂત્ત –અમૂર્ત જાણો.
તેમાં નિશ્ચયનયે કરી તે જીવ અરૂપી માટે અમૂર્ત કહીએ, અને વ્યવહાર કરી દેવ, નારકી, તિર્યંચ અને મનુષ્યરૂપ જીવન પ૬૩ ભેદ છે, તે સર્વ મૂર્તરૂપે જાણવા.
તથા છઠું પુદ્ગલદ્રવ્ય છે, તેને વ્યવહારનયને મતે અનંતા પરમાણુઓ મળી સ્કંધ બને છે, તે વારે નજરે દીઠામાં આવે છે, માટે એને મૂત્ત કહીએ.
એ રીતે છ દ્રવ્યના સ્વરૂપમાં મૂત્ત—અમૂને વિચાર કહ્યો. - પર૦ શિષ્યઃ– છ દ્રવ્યમાં પણ = સપ્રદેશી કેટલા અને અપ્રદેશી કેટલા?
ગુર–છ દ્રવ્યમાં પાંચ દ્રવ્ય પ્રદેશી અને એક કાલદ્રવ્ય અપ્રદેશી જાણવું,
કેમકે ધર્માસ્તિકાય દ્રવ્ય અસંખ્યાત પ્રદેશ અને અધર્માસ્તિકાય પણ અસંખ્યાત પ્રદેશી, તથા એક આકા શાસ્તિકાય દ્રવ્ય અનંતપ્રદેશી તથા એક છવદ્રવ્ય તે સત્તાગને અસંખ્યાતપ્રદેશ છે, એવા અનંત જીવ જાણવા. તથા પુદ્ગલ પરમાણુઓ અનંત પ્રદેશી અને એક એક પરમાણુઓમાં અનંતા ગુણ–પર્યાય રહ્યા છે, તે આગળ બતાવશુ.