________________
રૂમ જ્ઞાન પામે, તે જીવ વિરતિ કરે છે, તેને ચારિત્ર કહીએ, એટલે શ્રતજ્ઞાનનું ફળ તે વિરતિ છે, અને વિરતિ જે છે, તે મેક્ષનું તત્કાલ કારણ છે.
એ રીતે છ દ્રવ્યનું સ્વરૂપ સામાન્ય પ્રકારે કરી બાલકબુદ્ધિ જીવને અર્થે પ્રકાશ્ય, તેનું નયસાપેક્ષ જાણપણું ગુરૂનિશ્રાએ કરતાં થકાં સમકિતરૂપ રત્નની પ્રાપ્તિ થાય.
૫૫૧ શિષ્ય—હવે જે જીવ સમકિતરૂપ રત્ન પામ્યો, તે જીવને સ્વરૂપનું ધ્યાન કરવારૂપ વિચાર લખીયે છીએ –
૧ હું એક છું, મહારે કોઈ નથી. ૨ મહારો આત્મા શાશ્વત છે. ૩ હું જ્ઞાન, દર્શન કરી સહિત છું.
૪ ધન-કુટુંબાદિક મહાર સ્વરૂપથકી બાહ્ય વસ્તુ અલગી વસ્તુ છે, તે સર્વ, સંયેગે મળી છે, અને વિયેગે જશે તેમાં મારે શું બગાડ થવાનો છે? - ૫ તન, ધન, કુટુંબાદિકને સંગ એટલે મેળાપ તેને વિષે જીવ મુંઝાયે થકે દુઃખની પરંપરાને પામે છે.
૬ એ શરીરાદિ પુત્ર, કલત્ર, પરિવાર પ્રમુખ તે સંગી વસ્તુ મહારા સ્વરૂપથકી જૂદી છે.
૭ તે સર્વેને હું મન, વચન, કાયાએ કરી સિરાવું છું.