________________
ક્રમ રૂપ કચરામાં જીવ લેપાણેા છે, પણ તિહાં થકી શુદ્ધિના કરનારા એક સવર અને નિશ એ એ તત્ત્વ જાણવા.
એટલે શબ્દ અને સમભિરૂઢ નયને મતે સમકિતભાવે ચાથા ગુણુઠાણા થકી માંડીને યાવત્ અગ્યારમા અને બારમા ગુણુઠાણા લગે જે જીવ વર્તે છે. તેમાં પૂર્વે' કહ્યા તે રીતે આઠ તત્ત્વ પામીયે.
એક તા જીવ અને સત્તાએ પુણ્ય-પાપના દળીયા અજીવરૂપ અનંતા રહ્યા છે, તે આશ્રવરૂપ જાણવા, તથા એ દળીયે જીવ બધાણા છે.
એટલે જીવ, પુણ્ય, પાપ, અજીવ, આશ્રવ, અને મધ એ છ તત્ત્વ થયા તથા જીવ—અજીવરૂપ સ્વ-પરની વહેંચણુ કરી જિહાં સુધી જીવ સ્વરૂપમાં રહે, તિહાં સુધી સંવર કહીએ અને જિહાં સુધી સંવરમાં જીવ રહે, તિહાં સુધી સમયે સમયે અનતી નિજ રા કરે, એ રીતે પૂર્વોક્ત છ તત્ત્વમાં સંવર તથા નિર્જરા ભેળવીએ, તે વારે આઠે આઠે તત્ત્વ પામીયે.
સમભિરૂદ્ધ નયને મતે તેરમે ગુણુઠાણે શુદ્ધ પ્રકારે રમણિકપણુ કેવલી ભગવાનને જાણવું, તેમાં પૂર્વોક્ત આઠ આઠ તત્ત્વની સાથે કેવળજ્ઞાન પામ્યા, એટલે દ્રવ્ય માક્ષપદ પામ્યા તે નવમું કહેવુ.
૧૪૯ શિષ્યઃ—એ નવ તવમાંથી નિશ્ચયથકી રમણિક સ્વભાવમાં કેટલા તત્ત્વ પામીયે ?