________________
૧૧૦ એ રીતે આત્મરૂપ “ભાજન તે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ગુણે કરી સંપૂર્ણ ભરાણું એટલે હવે ફરી પાછું પાપ ન કરવાના નિયમ સારૂ છઠ્ઠા આવશ્યકને વિષે ચાર પ્રકારના આહારના પચ્ચકખાણ કરવા માટે નકારસી, પિરિસિ, એકાસણું, આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ,
અઠ્ઠાઈ, માસખમણ, પાસખમણ, છમાસી, વરસી અથવા યાજજીવ, ઈત્યાદિક પિતાની શક્તિ માફક ચાર આહાર રૂપ પાપ ન કરવાના પચ્ચફખાણ કરવા, એ છઠ્ઠ પચખાણ આવશ્યક જાણવું.
એ રીતે એ છ આવશ્યકનું સ્વરૂપ જાણી વિવેકી પુરૂષ, હૃદયમાં ધારી, નિત્ય પ્રત્યે ઉભય ટંક કરતાં થકા જીવ અલ્પકાળમાં કર્મ રહિત થઈ સિદ્ધિપદ વરે પામે.
એમ શબ્દનયને મતે એ સામાન્ય પ્રકારે ભાવથકી ષડાવશ્યકનું સ્વરૂપ જાણવું.
૧૩૯ શિષ્ય –એ નવ તત્ત્વમાંથી ભાવસામાયિકમાં કેટલા તત્વ પામીયે?
ગુરૂ:--શ્રીભગવતીસૂત્રમાં “આયા ખલું સામાઈયં ? એ આલાવે સામાયિકને અર્થ સ્વરૂપ રમણતાને કર્યો છે, એટલે જેટલીવાર જે સ્વરૂપમાં રહેવું, તેટલીવાર સામાયિકને લાભ જાણ.
તેથી શબ્દનયને મતે ચેથા ગુણઠાણવાળા સમકિતી અને પાંચમા ગુણઠાણાવાળા દેશવિરતિશ્રાવક, તથા છઠ્ઠાસાતમા ગુણઠાણાવાળા મુનિરાજને સામાયિક જાણવું. તેમાં આઠ તત્વ પામીયે.