________________
૩૨૭ સત્તાને ત્યાગ કરે, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ શુદ્ધ નિશ્ચય નય પરિણામ, તે ધર્મ કહીયે, એટલે એ નયને મતવાળે સાધક-સિદ્ધરૂપ પરિણામ તે ધર્મપણે કરી માન્યા. - તથા એવંભૂતનયને મતે જે શુદ્ધ શુકલ ધ્યાન રૂપાતીત પરિણામ ક્ષપકશ્રેણિ કર્મ ક્ષયના કારણ, તે સાધનધર્મ જાણ. અને જીવન મૂલ સ્વભાવ મોક્ષરૂપ કાર્ય નિષ્પત્તિ સિદ્ધિમાં રહે તે ધર્મ જાણ.
૪૮૧-જિનદાસ શેઠ –સિદ્ધ ભગવાનનું સ્વરૂપ સાતે નર્ય કરી કેમ જાણીયે?
શ્રાવક પુત્ર-નગમ નયવાળો એક અંશ રહીને વસ્તુનું પ્રમાણ કરે છે, માટે નિગમનયને મતે સર્વ જીવ. સિદ્ધ છે, કારણકે સર્વ જીવના આઠ ચક પ્રદેશ સદાકાલ સિદ્ધસમાન નિર્મલ છે. તિહાં કર્માવરણ લાગતા નથી, માટે નૈગમનયને મતે સર્વજીવ સિદ્ધસમાન જાણવા.
તથા સંગ્રહનયના મતવાળો સત્તાનું ગ્રહણ કરે છે, એટલે સર્વ જીવની સત્તા એક સમાન સરખી છે, માટે સંગ્રહનયને મતે કરી સર્વ જીવ સત્તાએ સિદ્ધ સમાન જાણવા. એટલે એણે પર્યાયાસ્તિકનયે કરી કમ સહિત અવસ્થા ટાળી; પણ દ્રવ્યાસ્તિકનયની અવસ્થા અંગીકાર કરાવી.
તથા વ્યવહારનયને મતે જે વિદ્યાલબ્ધિ પ્રમુખ ગુણે કરીને સિદ્ધ થયા, તેને સિદ્ધપણું જાણવું. એટલે એ નયવાળે જે બાહ્યતપ પ્રમુખ ગુણ હતા, તે અંગીકાર
કર્યા.