________________
૬ હે નિરજન! એટલે જેના આત્મપ્રદેશને વિષે -કમરૂપ અંજન નથી તેને નિરંજન કહીયે.
૭ હે વીતરાગ! એટલે વાત કહેતાં વીત્યા છે રાગ અને દ્વેષ જેના તેને વીતરાગ કહીયે.
૮ હે સચ્ચિદાનંદ! એટલે સત્ કહેતાં દર્શન અને ચિત્ કહેતાં જ્ઞાન તથા આનંદ કહેતાં ચારિત્ર, એટલે -દર્શન, જ્ઞાન અને ચારિત્રમય જેહનું સ્વરૂપ છે, તેને સચ્ચિદાનંદ કહીએ. - ૯ હે અરિહંત! એટલે અરિ કહેતાં કર્મરૂપ વરી તેને દ્રવ્યથકી અને ભાવથકી જેણે હંત કહેતાં હણ્યા છે તેને અરિહંત કહીયે.
૧૦ હે તીર્થકરી એટલે તીર્થ કહેતાં સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ, તેની સ્થાપનાના કર કહેતાં કરનાર તેને તીર્થકર કહીયે.
૧૧ હે પરમાત્મા ! એટલે પરમ કહેતાં ઉત્કૃષ્ટ ત્રણ જગને પૂજવા ગ્ય છે આત્મા જેને તેને પરમાત્મા કહીયે.
૧૨ હે પરમેશ્વર! એટલે પરમ કહેતાં ઉત્કૃષ્ટી ઈશ્વર કહેતાં ઠકુરાઈ અર્થાત્ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ જે લમી, તે જેમણે પ્રગટ કરી છે તેને પરમેશ્વર કહીયે. એ રીતે સ્તવન કરીને શિષ્ય પ્રશ્ન પૂછે છે.