________________
૧૩૨ વ્યવહારનચે કરી જીવ શુભાશુભરૂપ કરણને કર્તા કહીયે, એટલે કેઈ જીવ વ્યવહારથકી શુભાશુભરૂપ કરણું કરે છે,
ત્રાજુસૂત્રનયને મતે અંતરંગ ભાવની ચિકાશરૂપ પરિણામ વર્તતા નથી, તે માટે જીવ-પુણય પાપરૂપ ફળ પ્રત્યે ન પામે,
કેમકે રજુસૂવનયને મતે અંતરંગભાવની ચિકાશ રૂપ પરિણામ વિના ઉપરથકી વ્યવહારનયને મતે શુભકરણીરૂપ વીરા શાલવીયે અઢાર હજાર સાધુ પ્રત્યે વાંદ્યા, તથાપિ પુણ્યરૂપ ફળને ન ઉપાર્યું, તે માટે અંતરંગ ભાવની ચિકાશ વિના પુણ્યરૂપ દળીયા ચેટે નહિ,
ગાથા આતમ સાખેં ધર્મ છે, ત્યાં જનનું શું કામ જનમનરંજન ધર્મનું, મૂલ્ય ન એક બદામ
અર્થ—અંતરંગ આત્માની સામે જે ધર્મ કરે તે ધર્મ પ્રમાણ છે, એટલે આત્માને નિરાવરણ કરવા સારૂ જ્ઞાનીની નિશ્રાએ ધમ કરે તે પ્રમાણ છે. અને જનક તેમાં મન રીઝવવારૂપ અથવા યશકીતિ શેભાની વાંછારૂપ પરિણામે જે ધર્મ કરે તે ધર્મનું મૂલ્ય એક બદામ માત્ર પણ નથી, એટલે વીરા શાલવીની પેરે કૃષ્ણ વાસુદેવનું મન રીઝવવારૂપ વ્યવહારથકી તે શુભકરણ જ્ઞાનીની આજ્ઞાના લક્ષ્યવિના સ્વછંદ રીતે ઘણીએ કરી, પણ. બદામ માત્ર ફળને ન પામે, એ પરમાર્થ જાણ.