________________
૧૦૪
નયને મતે ક્રિયા તે ઘણી રુડી કરે છે, પણ ઋજુસૂત્રનયને મતે અંતરંગ પરિણામ માઠા વતે છે તે માટે તે જીવ, પાપકર્મ રૂપ ફલ પ્રત્યે ઉપાજે છે એ પરમાર્થ જાણ.
વળી કોઈ જીવ વ્યવહારનયને મતે ઉપરથી પડાવશ્યક રૂપ કરણ વિધિ સહિત ભલી રીતે કરે છે, અને ઋજુસૂત્ર નયને મતે અંતરંગ વૈરાગ્ય સહિત ઉદાસી પરિણામે નરક નિદના દુઃખથકી બીતે સુખની લાલચે પરભવે પુણ્ય રૂપ ફળની વાંછારુ પરિણામ વતે છે, તે જીવ ઋજુસૂત્રનયને મતે શુભ ફળરૂપ પુણ્યના દળીયા ઉપાજે છે, અને કમરૂપ નિર્જરા તે જે વારે શબ્દનયને મતે કરશું કરે તે વારે થાય, તેનું સ્વરુપ આગળ દેખાડશું, માટે વિવેકી પુરુષે સર્વ ઠેકાણે નયનું સ્વરૂપ વિચારી ચિત્તમાં સમજણ ઉતારી પછી કામ કરવું.
૧૩૭ શિષ્યા- ભાવથકી પડાવશ્યકનું સ્વરૂપ શું કહીયે?
ગુરૂ – શબ્દનયને મતે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે આત્મજાગૃતિના ઉપયોગરૂપ પરિણામે કર્મ નિજારાના લક્ષ્ય સહિત આ ભવની તથા પરભવની વાંછા રહિત તથા યશકીતિ, માન, શોભા અને પૂજાની વાંછા તજીને એક પિતાના આત્માને નિરાવરણ કરવારૂપ પરિણામે સામાયિક, ચઉવિસલ્ય, વંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ય અને પચ્ચકખાણરૂપ કરણી કરે, તેને ભાવથકી ષડાવશ્યકરૂપ કરણી જાણવી.