________________
૧૮૬
-સ’સારના દુઃખ દેખી ઉદાસીભાવે વર્તે, તે શુભલ ઉપાર્જન કરે, અને કાઈ જીવના મનના પરિણામ લેકમે ઠગવારૂપ અથવા ઉત્તરપૂર્તિ માટે કપટરૂપે વતતા હાય, તે જીવ અશુભલ ઉપાર્જન કરે, એ ઋજુત્રનયના મતે સાધુ
કહેવાય.
એ રીતે દ્રવ્યલિંગી જીવમાં ચાર નય જાણુવા. હવે ચાર નિક્ષેપા બતાવે છે.
પ્રથમ કોઈનું સાધુ એવું નામ હાય, તે નામસાયું, બીજો સાધુની મૂર્તિ પ્રમુખ સ્થાપીયે તે સ્થાપનાસાધુ, ત્રીજો જે સાધુની ક્રિયા, આચાર, વ્યવહાર પ્રમુખ કરે છે, પાંચ મહાવ્રત પાળે છે, સૂઝતા આહાર લે છે, પણ અંતરંગ સત્તાગતના જાણપણા વિના જ્ઞાન-ધ્યાનના તેવા ઉપયાગ વતતા નથી, અને પુણ્યાદિકની વાંછાએ અનેક રીતે સાધન તા કરે છે, તા પણ તે વ્યવહારનયને મતે દ્રવ્યસાધુ જાણવા. એ ત્રણ નિક્ષેપા દ્રવ્યલિંગી સાધુમાં કહીએ.
હવે એમાં નવ તત્ત્વનું સ્વરૂપ બતાવે છે.
એ લિંગી જીવની સત્તાએ પુણ્ય-પાપરૂપ અજીવના દળીયા અન’તા લાગ્યા છે, તે આશ્રવરૂપ જાણવા અને એ ઢળીયે એ જીવ ખંધાણા થકા ચારગતિરૂપ સ'સારમાં ક્રે છે, માટે જીવ, પુણ્ય, પાપ, અજીવ આશ્રવ અને મધ એ છ તત્ત્વ જાણવા.