________________
૩૯
આશ્રવપ્રાયઃ જાણવા. એટલે પુણ્ય, પાપ, અજીવ અને આશ્રવ, એ ચાર તત્વ થયાં અને એ દળીયાં મળી બંધાય છે, તે પાંચમું બંધતા જાણવું.
- ૩૨ શિષ્ય-નવ તત્વ માંહેલા સંવરમાં કેટલાં તત્વ પામીયે ?
ગુરૂ–જે વારે જીવ સ્વ-પરની વહેંચણરૂપ સ્વભાવમાં આવે, તે વારે સંવર કહેવાય, અને સંવરમાં જેટલી વાર જીવ રહે, તેટલી વાર નિર્ભર પણ અવશ્ય કરે, એટલે જીવ, સંવર અને નિર્જરા, એ ત્રણે તત્વ સંવરમાં પામીયે. - ૩૩ શિષ્યઃ-નવ તત્વ માંહેલા નિર્જરામાં કેટલાં તત્વ પામીયે ?
ગુરૂ-જે વારે જીવ તત્ત્વાતવ વિચારરૂપ ઉ૫ચાગમાં વતે, તે વારે સંવર કહીયે અને સંવરમાં જીવ રહે, તિહાં સુધી સમયે-સમયે અનંતા કમની નિર્ભર કરે, એટલે જીવ, સંવર અને નિર્જરા એ ત્રણ તવ નિજેરામાં પામીયે.
૩૪ શિષ્યા-નવ તત્વમાંથી બંધ તત્વમાં કેટલાં તત્વ પામીએ ?
ગુરૂકેઈ જવ, કર્મ બાંધે તે વારે પુણ્ય, પાપ અને આશ્રવ તેના દળીયા હોય, તેને અજીવ કહીયે. તે દળીયા કર્મરૂપ મળી સર્વ બંધાય છે, એ રીતે પુણ્ય, પાપ, આશ્રવ, અજીવ અને બંધ, એ પાંચ તત્વ -બંધમાં પામીએ.