________________
૩૩૦ હવે મોક્ષ નિકમેવસ્થાનું સ્વરૂપ કહે છે - - સમભિરૂઢનયને મતે શ્રેણિભાવે તેર-ચૌદમે ગુણઠાણે કેવલી ભગવાન વતે છે, તેને દ્રવ્યમેક્ષપદ કહીયે.
એવંભૂતનયને મતે સકલ કર્મ ક્ષય કરી લેકને અંતે વિરાજમાન સાદિ અનંતમે ભાગે વર્તે છે, એવા સિદ્ધ પરમાત્માને ભાવમોક્ષપદ કહીયે.
એ નવ તત્વમાં સાત નયનું સ્વરૂપ જાણવું.
૪૮૩-જિનદાસ શેડ–સાતે નયે કરી નવ તત્વનું સ્વરૂપ કેમ જાણીયે?
શ્રાવપુત્ર–ને મનયને મતે સર્વે તત્વ છે, જે કારણે સર્વ કેઈ તત્વને ચાહે છે.
તથા સંગ્રહનયના મતવાળો સર્વને સંગ્રહ કરીને છે જે એકજ તત્વ છે, એટલે જે જેહને મન માન્યું, તે તત્ત્વ બીજા સર્વે અતત્ત્વ જાણવા.
તથા વ્યવહારનયના મતવાળો બાહ્યસ્વરૂપ દેખીને ભેદ વહેચે, એટલે જે દીસતા ગુણ દેખે, તે માને, માટે એક જીવતવ અને બીજું અવતરવ, એ બે તત્ત્વ માને,
તેમાં વળી પ્રથમ જીવતત્ત્વના બે ભેદ, ઈત્યાદિ આગળ કહ્યા, તે રીતે યાવત ગ્રંથિભેદી તથા અગ્રંથિભેદી સુધી કહીને વળી પ્રકારનાંતરે ૫૬૩ ભેદ કહે.