________________
શ્રી જિનયન અનુસાર છે. માટે જહામતિ તાહાગતિ એ વચનને અનુસારે સાત નય ઉતારે છે –
કઈ જીવના નજીવનયને મતે શુભાશુભરૂપ પરિણામ થયા, તે શુભાશુભ પરિણામે કરી જીવે વ્યવહાર નયને મતે પુણ્ય-પાપરૂપ કર્મના દળીયાનું ગ્રહણ કર્યું, તે કર્મના દળીયાનું ગ્રહણ કરીને સંગ્રહાયને મતે જીવે આયુષરૂપ સત્તાપણે બાંધ્યા, અને નૈગમનયને મતે તે દળીયા અતીતકાલે ગ્રહયા હતા, અને અનાગતકાલે ભોગવશે તથા વર્તમાનકાલે સત્તાએ રહયા વતે છે.
આ ચાર ન કરી દ્રવ્ય કમરુપ આયુષને બંધ જાણ. ' શબ્દનયને મતે ભાવપણે ચારે ગતિને વિષે જીવ
ઉપજે.
સમભિરૂદનયને મતે જે ગતિમાં જીવ ઉપજે, તે ગતિના સર્વ પર્યાયરૂપ વસ્તુને પામે, તેને તે કહીયે,
તથા એવંભૂતનયને મતે તે પર્યાયરૂપ વસ્તુ જીવે ભોગવવા માંડી, તેને તે કહીયે.
એ રીતે જહામતિ, તહાગતિ” તેમાં સાત નય હયા.
૪૯૧–હવે અાવીશ ઉપનયનું સ્વરૂપ દેખાડે છે –