________________
૧૫૨ અને પરસત્તા તે શુભાશુભ વિકારરૂપ કર્મનું ગ્રહણ કરવું અને પછી તે થકી ઉપના જે ફળરૂપ વિકાર, ઈંદ્રિયના સ્વાદ, તેને વિષે મગ્નપણે, એકાગ્રચિત્તે વર્તવું, એવા પરિણામ જે જીવના વતે છે, તે જીવ પરસત્તાએ રક્ત કહીએ.
એ સ્વસત્તા અને પરસત્તાને અર્થ જાણવે.
હવે સમકિતી જીવ, અજ્ઞાનદશાથી રહિત થકે ઉદાસી પરિણામરૂપ વિરક્તભાવે ઈન્દ્રિયરૂપ વિકારથકી રહિત, એક પિતાના આત્માની સિદ્ધસમાન જેણે પ્રતીતિ કરી છે.
यः परमात्मा परंज्योतिः, परमः परमेष्टिनाम् । आदित्यवर्ण तमसः, परस्तादामनंति यं ॥१॥ सर्वे येनोमूल्यन्त, समूलाः क्लेशपादपाः। मूर्ना यस्मै नमस्यंति, सुरासुरनरेश्वराः ॥२॥ - આ બે ગ્લૅક શ્રી હેમાચાર્યકૃત વીતરાગસ્તોત્રના છે, પણ તેને નયસાપેક્ષ અહિં અર્થ એ સમજે કે –
જીવ છે તે પરમાત્મા છે, પરમતિ છે, પંચ પરમેષ્ટિથી પણ અધિક પૂજ્ય છે, કેમકે પંચ પરમેષ્ઠી તે મોક્ષમાર્ગના દેખાડનાર છે, પણ મોક્ષમાં જવાવાળે તે આપણે જીવ છે, અજ્ઞાનને મટાડનાર, જ્ઞાનદષ્ટિએ કરી પિતાના સ્વરૂપને જાણનાર, સર્વ કર્મકલેશને ખપાવનાર, એ પિતાને આત્મા ધ્યાવે, તે જ પરમ શ્રેયનું કારણ છે, શુદ્ધ છે, પરમનિર્મળ છે. એવા