________________
૫૨
એ રીતે ભાવસમકતી છવમાં આઠતત્વ પામીએ.
તથા કેવલીને સમભિરૂઢ નયને મતે ભાવસમકિતી કહીયે. તેમાં આગળ કહ્યા પ્રમાણે નવે તત્ત્વ પામીએ.
તથા સિદ્ધપરમાત્માને એવભૂત નયને મતે ભાવસમકિતી કહી. તેમાં આગળ કહ્યા પ્રમાણે ત્રણ તત્ત્વ પામીયે.
એ રીતે ભાવસમકિતી જવામાં આઠ, નવ અને ત્રણ તત્ત્વનું સ્વરૂપ જાણવું
પર શિષ્યા–એ નવ તત્વમાંથી દ્રવ્યલિંગ શ્રાવકમાં કેટલા તત્ત્વ પામીયે?
ગુરુ–દ્રવ્યલિંગ શ્રાવક તે જે ત્રાજુસૂત્રનયને મતે પહેલે ગુણઠાણે હોય તે જાણવા. જે પણ તેના પરિણામ સંસાર ઉદાસી, વિષયસુખથી વિરક્તભાવે વતે છે, વૈરાગ્યભાવનાએ ચિત્ત વર્તે છે, અને શ્રાવકના બાર વ્રત રૂપ લિંગ અંગીકાર કર્યું છે, તે પણ જ્ઞાનીઓની આજ્ઞા-ગુરૂ નિશ્રા સાપેક્ષક્રિયા નથી, સ્વછંદ પ્રવૃત્તિ કરે છે તેથી તાદશ આત્મા જીવ-અજીવની ઓળખાણ, સ્વસત્તા–પરસત્તાનું ભાસનરૂપ જાણપણું ગુરૂમુખે મેળવ્યું નથી, માટે તે જીવ યથાપ્રવૃત્તિકરણમાં વર્તતા પહેલે ગુણઠાણે જાણવા. તેમાં આગળ કહ્યા તે રીતે છ તત્વ પામીયે.
. ૫૩ શિષ્યએ નવતવમાંથી દ્રવ્ય શ્રાવકમાં કેટલા તત્વ પામીયે?